બેફામ બની AMTS, 8 ગાડીઓને લીધી અડફેટે

અમદાવાદમાં AMTS બસના અકસ્માતની ઘટનાઓ અવાર નવાર બનતી હોય છે. ત્યારે AMTS બસે અકસ્માત કર્યાની વધુ એક ઘટના સામે આવી છે. AMTS બસે એક સાથે સાતથી આઠ વાહનોને અડફેટમાં લીધા હતા.

અમદાવાદના જોધપુર ચાર રસ્તા પાસે AMTS બેફામ બનતા 8 વાહનોને અડફેટે લીધા હતા. અકસ્માતમાં આઠ વાહનો સહિત ચાર લોકોના ઘાયલ થયા હતા. આ ઉપરાંત અમદાવાદ ટ્રાફિક પોલીસએ બસ ડ્રાઈવરની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર રવિવારના 12 મેના રોજ રાત્રે 9:30 કલાકે અમદાવાદની 151 નંબરની AMTS બસે ગોજારો અકસ્માત સર્જયો હતો.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે સ્ટાર બજાર નજીક પહોંચતાની સાથે બસની બ્રેક ફેઈલ થઈ ગઈ હતી. જેના કારણે બસની ડ્રાઈવરે બસ પરથી કાબૂ ગુમાવ્યો હતો. જે બાદ એક પછી એક આઠ જેટલા વાહનોને AMTS અડફેટે લીધા હતા. અકસ્માત દરમિયાન એક સ્કૂલ ચાલક સહિત અટિકા કારના ચાર લોકોને ઘાયલ થયા હતા. જેને સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે માર્ચ 2024માં AMTS દ્વારા 23 અકસ્માત થયા હતા. જેમાં બે લોકોએ જીવ ગુમાવ્યા છે. આ ઉપરાંત AMTSથી અકસ્માત ઓછા થાય એ માટે 27 એપ્રિલના રોજ AMTS દ્વારા ટ્રેનિક અને અવેરનેશ પ્રોગ્રામનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 706 ડ્રાઈવરોને ટ્રેનિગ આપવામાં આવી હતી.