ભારત-રશિયાની મિત્રતા જોઈને અમેરિકા નારાજઃ ટ્રમ્પના સલાહકાર

વોશિંગ્ટનઃ વડા પ્રધાન મોદીએ ચીનમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનને મળ્યા હતા. તેમણે શાંઘાઈ સહકાર સંગઠન (SCO સમિટ)માં પુતિન સાથે મુલાકાત કરી. બંને વચ્ચે ખાસ બેઠક પણ યોજાઈ હતી. અમેરિકા એથી અસ્વસ્થ થયું છે. ટ્રમ્પના ટ્રેડ એડવાઈઝર પીટર નવારોએ આ મુદ્દે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું હતું કે ભારતે અમેરિકાની સાથે રહેવું જોઈએ, રશિયાની સાથે નહીં.

તેમણે કહ્યું હતું કે ભારતે અમારી સાથે રહેવું જોઈએ, રશિયાની સાથે નહીં. વડા પ્રધાન મોદી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે કામ કરી રહ્યા છે, આ યોગ્ય નથી. SCO સમિટમાં પીએમ મોદી જિનપિંગ સાથે દેખાયા હતા, જ્યારે પુતિન પણ મોદી સાથે જોવા મળ્યા. બંને વચ્ચે સારી વાતચીત થઈ હતી, જેથી અમેરિકા આથી નારાજ થયું છે.

પીટર નવારોએ ભારત પર વધારાના ટેરિફ અંગે પણ પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે ભારત સાથે બે પ્રકારની મુશ્કેલીઓ છે અને આ કારણસર ટેરિફ લાગ્યો છે. પહેલું એ કે તે ‘અનફેર ટ્રેડ’ કરે છે, જેના કારણે 25 ટકા ટેરિફ લાગ્યો છે અને બીજું એ કે તે રશિયાથી તેલ ખરીદી રહ્યું છે. આ કારણસર પણ 25 ટકા ટેરિફ લાગ્યો છે.

નવારાના કહેવા મુજબ ભારત યુક્રેન યુદ્ધને પ્રોત્સાહન આપી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે ભારત રશિયાથી તેલ ખરીદી રહ્યું છે અને રશિયા પોતાની કમાણી યુદ્ધમાં વાપરી રહ્યું છે. નોંધનીય છે કે રશિયા અને યુક્રેન વચ્ચે મહિનાઓથી યુદ્ધ ચાલી રહ્યું છે, પણ હજુ સુધી આ મુદ્દાનો ઉકેલ આવ્યો નથી. રાષ્ટ્રપતિ ટ્રમ્પે પણ આ સમસ્યા હલ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે પુતિન અને ઝેલેન્સ્કી સાથે બેઠક પણ કરી હતી.