ગાઝામાં સ્કૂલ પર એરસ્ટ્રાઈક, 100ના મોત

છેલ્લા 10 મહિનાથી ગાઝામાં ઈઝરાયેલનો ચાલી રહેલો વિનાશ ઓછો થવાના કોઈ સંકેત દેખાતા નથી. તાજેતરના હુમલામાં, ઇઝરાયેલી સેનાએ ગાઝા શહેરની એક શાળા પર જોરદાર હવાઈ હુમલો કર્યો છે. આ હવાઈ હુમલામાં લગભગ 100 લોકો માર્યા ગયા છે, જ્યારે કેટલાક ડઝન લોકો ગંભીર રીતે ઘાયલ હોવાનું કહેવાય છે. આ હુમલો અલ-તાબીન સ્કૂલ પર કરવામાં આવ્યો હતો. આ પછી ઈરાને તેની આકરી પ્રતિક્રિયા આપી છે. તેમનું કહેવું છે કે ઈઝરાયેલ ગાઝામાં સતત નરસંહાર કરી રહ્યું છે.


ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા નાસેર કાનનીએ એક નિવેદનમાં આ હુમલાને નરસંહાર અને માનવતા વિરુદ્ધ ગુનો ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે ઈઝરાયેલે ફરી એકવાર સાબિત કર્યું છે કે તે કોઈપણ આંતરરાષ્ટ્રીય કાયદા કે નૈતિક સિદ્ધાંતો માટે પ્રતિબદ્ધ નથી. ઇઝરાયેલનો મુકાબલો કરવાનો એકમાત્ર રસ્તો એ છે કે મુસ્લિમ દેશો એક સાથે આવે અને પેલેસ્ટિનિયન રાષ્ટ્રને સમર્થન આપે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ પાસેથી તાત્કાલિક પગલાં લેવાની માંગ કરવામાં આવી છે.

(140824) — GAZA, Aug. 24, 2014 (Xinhua) — Palestinians inspect the rubble of a destroyed shopping center after an Israeli airstrike overnight in the southern Gaza Strip city of Rafah, on Aug. 24, 2014. Hamas spokesman Sami Abu Zuhri described the targeting of large apartment buildings as a war crime and denied that the buildings were used by Hamas. Egypt called on both Israel and the Palestinians to accept an indefinite ceasefire proposal and resume truce talks over the conflict in the Gaza Strip. (Xinhua/Khaled Omar) (zjy)

આ હુમલા પછી IDFએ કહ્યું કે બાતમી મળી હતી કે હમાસ અને ઇસ્લામિક જેહાદના 20 ખતરનાક આતંકવાદીઓ અલ-તાબીન સ્કૂલ કેમ્પસની અંદર છુપાયેલા છે. આતંકીઓ હુમલા કરવા માટે શાળાનો ઉપયોગ કરી રહ્યા છે. આ પછી ઈઝરાયેલની સેનાએ સ્કૂલ પર હવાઈ હુમલો કર્યો. જેમાં ઘણા આતંકવાદીઓ માર્યા ગયા છે. આ સાથે IDFએ લેબનોનમાં હમાસના વરિષ્ઠ કમાન્ડર સમીર મહમૂદ અલ-હજને પણ માર્યો છે.