રિવરફ્રન્ટ પર આદિવાસી હસ્તકલા અને કૃતિઓનું પ્રદર્શન

અમદાવાદ: શહેરના વલ્લભ સદન પાછળનું સાબરમતી રિવરફ્રન્ટ મેદાન મેળા અને મહોત્સવ માટે જાણીતું છે. નદીના આ પટ પર અત્યારે એક સાથે અનેક ચીજવસ્તુઓ મળી રહે એવા ત્રણ જેટલા મેળા ચાલી રહ્યા છે.જેમાં પરંપરાગત આદિવાસી હસ્તકલા કૃતિ, આહાર, વન ઔષધિઓનું વેચાણ અને પ્રદર્શન અને વેચાણ થઈ રહ્યું છે. બીજી તરફ મહિલાઓને પ્રોત્સાહિત કરવા મહિલા આર્ટ એન્ડ ક્રાફ્ટ ફેસ્ટિવલ ચાલી રહ્યો છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર પણ સ્થાનિક કળાને પ્રોત્સાહન આપી લોકોને સ્વદેશી વસ્તુઓ અપનાવવા અપીલ કરી રહી છે. પરંપરાગત આદિવાસી મેળામાં:

-આદિવાસી વિસ્તારમાં બનતી હસ્તકલા અને કૃતિઓનું વેચાણ અને પ્રદર્શન
-આગવી ચિત્રકલા, વાંસ પર કલાકૃતિ-અવનવા તીર કામઠા-આદિવાસી પરંપરાગત આહારના સ્ટોલ-પ્રાકૃતિક ખેત પેદાશોનું વેચાણ

-ગૌણવન પેદાશોનું વેચાણ-વન ઔષધિઓનું વેચાણ અને પ્રદર્શન

તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)