અમદાવાદ: યાત્રાધામ અંબાજી, ગુજરાતમાં આવેલી શક્તિપીઠ છે. આ વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં દર વર્ષે ભાદરવી પૂનમે મેળો ભરાય છે. જેમાં હજારો સંધ અને સ્વૈચ્છિક રીતે પગપાળા દર્શન માટે જાય છે.સરકારી અને ખાનગી વાહનોમાં પણ અંબાજીના મેળે મેળે શ્રધ્ધાળુઓ સાથે જાય છે.આ વર્ષે પણ ભાદરવી પૂનમના મેળાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. જુદા જુદા ગામ શહેરમાંથી આવતા શ્રદ્ધાળુઓના સંધ પણ પ્રસ્થાન કરી રહ્યા છે.અમદાવાદ શહેરના નવા વાડજ વિસ્તારમાં આવેલા વ્યાસ વાડી પગપાળા સંઘને 31 વર્ષ થયા. સતત 31 વર્ષથી વ્યાસ વાડી પગપાળા સંઘ સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી તરફ ભાદરવી પૂનમના મેળો પહેલા પ્રયાણ કરે છે. આ વર્ષે સોમવારની સાંજે બાવન ગજની ધજાનું પૂજન કરવામાં આવ્યું હતું. 3 સપ્ટેમ્બર મંગળવારની વહેલી સવારે સંધે અંબાજી તરફ સંધે પ્રસ્થાન કર્યુ.
વ્યાસવાડી પગપાળા સંઘ દ્વારા મંગળવાર 10 સપ્ટેમ્બર, મંગળવારના રોજ અંબાજીમાં ભવ્ય ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. 11 સપ્ટેમ્બર , બુધવારના રોજ અંબાજી મંદિર ખાતે ધજા આરોહણ કરવામાં આવશે.
સતત 31 વર્ષથી અંબાજી દર્શને જતા વ્યાસવાડી પગપાળા સંઘે જ્યારે વહેલી સવારે પ્રસ્થાન કર્યુ ત્યારે દર્શન માટે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટી પડ્યા હતા.
(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)