ભુજ: ટોરેન્ટ ગ્રુપ પ્રેરિત યુ.એન.એમ. ફાઉન્ડેશનની કલા અને સંસ્કૃતિની પહેલ “અભિવ્યક્તિ – ધ સિટી આર્ટ્સ પ્રોજેક્ટ”ગુજરાતના વિવિધ શહેરોમાં યોજાય છે. જેમાં આ વખતે કચ્છની ખમીરવંતી ધરાના કેન્દ્ર સમાન ભૂજ શહેરમાં બીજી વખત યોજાવા જઈ રહ્યો છે. તમામ પ્રસ્તુતિઓ ૨૧ અને ૨૨ ફેબ્રુઆરીના રોજ સ્મૃતિવન ભૂકંપ સંગ્રહાલય ખાતે રજૂ કરવામાં આવશે. જેને માણવા માટે તમામ લોકો માટે પ્રવેશ વહેલા તે પહેલાના ધોરણે નિઃશુલ્ક રહેશે.
૨૧ ફેબ્રુઆરીના રોજ અમદાવાદના નાટ્યકાર અક્ષય દવે પોતાનું સાયન્સ–ફિક્શન નાટક “રસાંત” રજૂ કરશે. ત્યાર બાદ મુંબઈના કલાકાર મોહન સાગર પોતાની સુફી લોકસંગીત ઉપર આધારીત પ્રસુતિ “ધ હાર્મોનિયમ બેન્ડ” રજૂ કરશે.
૨૨ ફેબ્રુઆરીના રોજ કોલકાતા અને મુંબઈની ભારતીય શાસ્ત્રીય નર્તક બેલડી નીલવા અને નિકિતા પોતાની કથક અને ભરતનાટ્યમ આધારિત સુંદર પ્રસ્તુતિ “બિચિત્ર – અ ટેલ ઓફ અ ફ્લાવર” રજૂ કરશે. ત્યાર બાદ મુંબઈના કલાકાર શોભિત દેસાઈ ગુજરાતી ગઝલ ઉપર આધારિત પોતાની પ્રસ્તુતિ “તરન્નુમથી નાદબ્રહ્મ સુધી” રજૂ કરશે.
પ્રતિષ્ઠિત ક્યુરેટર્સ ગોપાલ અગરવાલ (નૃત્ય), તપસ રેલિયા (સંગીત) અને ગુરલીન જજ (નાટ્ય) દ્વારા તમામ પ્રસ્તુતિઓનું ક્યુરેશન થયું છે. આ કલાકારોને કૃતિ મહેશ (નૃત્ય), રજત ધોળકિયા (સંગીત) અને સૌમ્ય જોશી (નાટ્ય) જેવા નામી મેન્ટર્સ તરફથી મૂલ્યવાન માર્ગદર્શન પ્રાપ્ત થયું છે.


