અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ કર્ણાવતી મહાનગર દ્વારા છાત્ર હુંકાર નામક વિરાટ વિધાર્થી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં 2500 જેટલા વિદ્યાર્થીઓ કર્ણાવતીના વિવિધ કેમ્પસોમાંથી જોડાયા હતા. સંમેલનમાં ઉદ્ઘાટન સત્રમાં મુખ્ય અતિથિ તરીકે વિખ્યાત લોક ગાયક આદિત્ય ગઢવી ઉપસ્થિત રહ્યા હતા. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ છેલ્લા 75 વર્ષથી શિક્ષણ જગતમાં વિદ્યાર્થીઓના અને તેમના શિક્ષણના હિત માટે કાર્ય કરતુ રહ્યું છે. આ ૭૫ વર્ષ નિમિત્તે સમગ્ર દેશભરના જિલ્લાઓમાં વિશાળ જિલ્લા સંમેલનોનું આયોજન થઈ રહ્યું છે.
“છાત્ર હુંકાર” નામક આ સંમેલન GMDC ખાતેના કોન્વોકેશન હોલ ખાતે રાખવામાં આવેલ છે.
આ વિરાટ વિદ્યાર્થી સંમેલનમાં કર્ણાવતીના દરેક કેમ્પસોમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકત્રિત થઈ સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા. આ મહાસંમેલનમાં સમગ્ર કર્ણાવતી મહાનગરની છાત્ર શક્તિનું પ્રત્યક્ષ સ્વરૂપ જોવા મળ્યું હતું. આ છાત્ર હુંકારમાં વિશાળ શોભાયાત્રાનુ પણ આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ વિશેષ ઉપસ્થિતિમાં અ.ભા.વિ.પ ગુજરાત પ્રદેશના સંગઠન મંત્રી અશ્વની શર્મા અને પ્રદેશ સહમંત્રી સમર્થ ભાઈ ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા. ત્યાર બાદ વિવિધ કાર્યકર્તાઓએ પ્રસ્તાવ પઠન કરવામાં આવ્યા હતા. આ પ્રસ્તાવોમાં પ્રસ્તાવ કર્યા છે.
ક્રમાંક : ૧ ગુજરાત યુનિવર્સિટીની પ્રવેશ પરિક્ષા અને પરિણામમાં આવશ્યક સુધાર
ક્રમાંક: ૨ શહેર નુ નામ ‘ કર્ણાવતી ‘ આપણી ઓળખ ‘કર્ણાવતી’
ક્રમાંક: ૩ નશા મુક્ત પરિસર
યુવાધનના ઉજળા ભવિષ્ય માટેની જરૂરીયાત અને એક નોટ જેમાં U20 ની અધ્યક્ષતા સાથે સાથે ભવિષ્ય નિર્માણની તક વિષય યુવાનો વચ્ચે મુકવામાં આવ્યો. આમ ત્રણ પ્રસ્તાવો અને એક નોટ મહાનગર ઉપાધ્યક્ષ અર્પિત ભાઈ ઝાલા સાહેબ દ્વારા આ તમામ લોકોની સહમતીથી પ્રસ્તાવ પારિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું . જે GMDC કોન્વોકેશન હોલથી નીકળીને વિજય ચાર રસ્તા થઇને ગુજરાત યુનિવર્સિટીના મુખ્ય રોડ પર પહોંચીને જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જાહેર સભામાં કર્ણાવતીના વિવિધ વિધાર્થી નેતાઓએ ભાષણો આપ્યા હતા, જેમાં પ્રદેશ સહ મંત્રી સમર્થ ભાઈ ભટ્ટ, રાષ્ટ્રીય કારોબારી સદસ્ય ઈશાનદીપભાઈ સૂર્યવંશી, મહાનગર મંત્રી ઉમંગભાઇ મોજીદ્રા, ગુજરાત યુનિવર્સિટી અધ્યક્ષ દર્શનભાઈ પટેલ, નારણપુરા ભાગ વિસ્તારીકા દ્વષ્ટિ બેન ટાંક, મહાનગરના તંત્ર શિક્ષણ કાર્યના સંયોજક જયભાઈ જાની દ્વારા વિવિધ વિષયો પર ભાષણ આપવામા આવ્યા હતા. ત્યાર બાદ કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.