વોશિંગ્ટનઃ અમેરિકામાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. શુક્રવારે ડ્રેક પૈસેજ વિસ્તારમાં શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.4 નોંધવામાં આવી છે. ભૂકંપના આંચકાઓ પછી સુનામીના ખતરની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) મુજબ આ ભૂકંપ ભારતીય સમય પ્રમાણે સવારે 07. 46 વાગ્યાએ આવ્યો હતો. તેનું કેન્દ્ર અક્ષાંશ: 60.26 દક્ષિણ, દેશાંશ: 61.85 પશ્ચિમ પર રહ્યું હતું. આ ભૂકંપની ઊંડાઈએ જમીનની નીચે 36 કિમી નોંધાઈ હતી. તેનો સ્થાન ડ્રેક પાસેજમાં આવેલો છે.
ડ્રેક પેસેજ, દક્ષિણ અમેરિકા અને એન્ટાર્કટિકા વચ્ચે આવેલો છે. પ્રારંભિક અહેવાલોમાં યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે (USGS) એ આ ભૂકંપની તીવ્રતા 8.0 જણાવી હતી, પરંતુ બાદમાં તેને સુધારીને 7.4 કરવામાં આવી હતી. આ વિસ્તાર ભૂકંપની પ્રવૃત્તિઓ માટે સંવેદનશીલ માનવામાં આવે છે, કારણ કે તે દક્ષિણ અમેરિકન અને એન્ટાર્કટિક ટેક્ટોનિક પ્લેટ્સના સંધિબિંદુએ આવેલો છે.
EQ of M: 7.4, On: 22/08/2025 07:46:22 IST, Lat: 60.26 S, Long: 61.85 W, Depth: 36 Km, Location: Drake Passage.
For more information Download the BhooKamp App https://t.co/5gCOtjdtw0 @DrJitendraSingh @OfficeOfDrJS @Ravi_MoES @Dr_Mishra1966 @ndmaindia pic.twitter.com/o5tQQ1wIa6— National Center for Seismology (@NCS_Earthquake) August 22, 2025
સુનામી સાથે આફ્ટરશોક્સની પણ આશંકા
આ ભૂકંપ પછી સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે. જોકે હજી સુધી કોઈ મોટા નુકસાનના અહેવાલ નથી. સ્થાનિક અધિકારીઓ અને વૈજ્ઞાનિકોએ આફ્ટરશોક્સની શક્યતા વ્યક્ત કરી છે, જેને કારણે વિસ્તારમાં સતર્કતા રાખવામાં આવી રહી છે. ડ્રેક પેસેજ, જે તેના જોખમી સમુદ્રી માર્ગ અને જોરદાર પવનો માટે જાણીતું છે. આ વિસ્તારમાં ભૂકંપની પ્રવૃત્તિઓ વૈજ્ઞાનિકો માટે અભ્યાસનો વિષય બની રહી છે.
