રાજકોટ અગ્નિકાંડ મામલે 4 લોકોની અટકાયત, SITનું ગઠન

ગુજરાતના રાજકોટમાં TRP ગેમ ઝોનમાં લાગેલી ભીષણ આગમાં 32 લોકોના મોત થયા છે. આમાં 9 બાળકો પણ સામેલ છે. ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ 24 લોકોના મોતની પુષ્ટિ કરી છે. 32 મૃતકોમાં 9 બાળકોનો પણ સમાવેશ થાય છે. શહેરના નાના મૌવા વિસ્તારમાં આવેલા ગેમઝોનમાં આગ લાગતા ભાગદોડ મચી જવા પામી હતી. જેમાં 32 લોકોના મોત થયા છે. રાજકોટમાં ફરી એકવખત હચમચાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. TRP ગેમઝોનના માલિકની ધરપકડ કરવામાં આવી છે. યુવરાજસિંહ સોલંકીની ધરપકડ કરવામાં આવી હોવાની માહિતી મળી રહી છે. રાજકોટ ગેમ ઝોનના માલિકોની ઓળખ થઇ છે. યુવરાજસિંહ સોલંકી, માનવિજયસિંહ સોલંકી, પ્રકાશ જૈન અને રાહુલ રાઠોડ ગેમઝોનના માલિક છે.

Rajkot fire

રાજકોટ પોલીસે ટીઆરપી ગેમ ઝોનના 4 લોકોની અટકાયત કરી છે. હજુ પણ ગેમઝોન અગ્નિકાંડમાં મૃત્યુઆંક વધી શકે છે. જે લોકોની અટકાયત કરવામાં આવી છે તેમાં યુવરાજસિંહ સોલંકી, પ્રકાશ જૈન, રાહુલ રાઠોડ, મહેંદ્રસિંહ સોલંકીનો સમાવેશ થાય છે. રાજકોટમાં ગેમઝોનમાં સર્જાયેલી આગની દૂર્ઘટના મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરી દુ:ખ વ્યક્ત કરી સહાયની જાહેરાત કરી છે. તેમણે ટ્વીટમાં જણાવ્યું છે કે, આ ઘટનામાં જીવ ગુમાવનાર વ્યક્તિઓ અને તેમના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. ઈજાગ્રસ્તો સત્વરે સાજા થાય તેવી ઈશ્વરને પ્રાર્થના કરું છું.

Gamezone fire

તો બીજી તરફ સરકારે અગ્નિકાંડની તપાસ માટે SITની રચના કરી છે. આ ઉપરાંત પીએમ મોદીએ પણ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. પીએમ મોદીએ મુખ્યમંત્રી સાથે ફોન પર વાતચીત કરી છે. રાજ્ય સરકારે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના મૃતકોના પરિવારને 4 લાખ, ઈજાગ્રસ્તોને 50 હજારની સહાયની જાહેરાત કરી છે. FSLની ટીમ ઘટનાસ્થળે તપાસ કરવા પહોંચી છે.