મુંબઈઃ મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખપદે નવા નિયુક્ત કરાયેલા નાના પટોલેએ બોલીવૂડ અભિનેતાઓ અમિતાભ બચ્ચન અને અક્ષયકુમારની ટીકા કરી છે. એમણે ધમકી આપી છે કે પેટ્રોલ, ડિઝલ અને રાંધણગેસના સિલિન્ડરની કિંમતમાં ધરખમ વધારો થયો છે પરિણામે સામાન્ય પ્રજાનું જીવવું અસહ્ય થઈ ગયું છે. મનમોહનસિંહની સરકાર વખતે તો અમિતાભ અને અક્ષય ટ્વિટર દ્વારા ખૂબ ટીકા કરતા હતા, પણ આજે શાંત કેમ બેઠા છે. જે લોકશાહી રીતે એમણે મનમોહનસિંહ સરકાર વખતે ટીકા કરી હતી એ જ રીતે આજે મોદી સરકારનો પણ એમણે વિરોધ કરવો જોઈએ. નહીં તો આ બંનેની ફિલ્મોને અને શૂટિંગને મહારાષ્ટ્રમાં ચાલવા દેવામાં નહીં આવે.
Image courtesy: Wikimedia Commons
પટોલેની આ ટિપ્પણીનો મહારાષ્ટ્ર ભાજપે વિરોધ કર્યો છે. ભાજપના વિધાનસભ્ય રામ કદમે અમિતાભ અને અક્ષયને સંપૂર્ણ સમર્થન આપવાની ખાતરી આપી છે. સમગ્ર દેશ અમિતાભ અને અક્ષયની પડખે ઊભો છે. અમિતાભ બચ્ચને એવો તે શું ગુનો કર્યો છે? એમણે દેશની તરફેણમાં જ ટ્વીટ કર્યું છે.