નવી દિલ્હી: રાજ્યમાં મતદાનને ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી મેટ્રોની મુસાફરી કરતા નજરે ચડ્યા છે. રાજધાની દિલ્હીમાં છઠ્ઠા તબક્કામાં 25મી મેના રોજ ચૂંટણી યોજાવાની છે. ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સામાન્ય જનતા સાથે જોડાવા માટે મેટ્રોમાં મુસાફરી કરી હતી. તેમની સાથે કોંગ્રેસના ઉમેદવાર કન્હૈયા કુમાર પણ જોડાયા હતા.કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દિલ્હી મેટ્રોમાં મુસાફરી દરમિયાન સામાન્ય લોકો સાથે વાતચીત કરી અને તેમની સાથે તસવીરો પણ ખેંચાવી. રાહુલ ગાંધી દિલ્હી મેટ્રોથી મંગોલપુરીમાં યોજાનારી રેલીમાં પહોંચ્યા હતા.