ગુગલના CEO સુંદર પિચાઈનો જન્મ ભારતમાં અને ઉછેર ભારતમાં થયો હતો. ભારતીય મૂળના સુંદર પિચાઈએ તાજેતરમાં તેમના પસંદગીના ભારતીય ફૂડને લઈને યુટ્યુબર વરુણ માયાને આપેલા ઈન્ટરવ્યુમાં વાત કરી. સુંદર પિચાઈ ભારતીય મૂળના એવા CEOમાંથી એક છે જેમની દુનિયાભરમાં ચર્ચા થાય છે. 51 વર્ષીય પિચાઈએ તાજેતરમાં ભારત પર AIની અસર, ભારતીય એન્જિનિયરોને સલાહ અને અન્ય વિષયો વિશે વાત કરી હતી.જ્યારે યુટ્યુબર વરુણ માયા દ્વારા તેમના મનપસંદ ભારતીય ફૂડ વિશે પૂછવામાં આવ્યું ત્યારે પિચાઈએ કહ્યું કે જ્યારે તેઓ બેંગલુરુમાં હોય છે ત્યારે તેમને ઢોંસા ખાવાનું ગમે છે અને જ્યારે તેઓ દિલ્હીમાં હોય છે ત્યારે તેમને છોલે-ભટુરે ખાવાનું પસંદ હોય છે. જ્યારે તેઓ મુંબઈમાં હોય તો પાવભાજી ખાવાનું પસંદ કરે છે.