મુંબઈ-માફારુ વચ્ચે ‘માલદીવિયન’ની ડાયરેક્ટ ફ્લાઈટ

માલદીવ ટાપુરાષ્ટ્રની મુખ્ય એરલાઈન ‘માલદીવિયન’ 13 એપ્રિલ, 2021થી તેના માફારુ અને મુંબઈ શહેર વચ્ચે ડાયરેક્ટ ફ્લાઈટ શરૂ કરનાર છે. આ ફ્લાઈટ સપ્તાહમાં ત્રણ વાર, એટલે કે, દર રવિવાર, મંગળવાર અને શુક્રવારે ઉપડશે. ફ્લાઈંગ ટાઈમ લગભગ અઢી કલાકનો રહેશે. આ ફ્લાઈટ મુંબઈસ્થિત બોલીવૂડ હસ્તીઓ, ઉદ્યોગપતિઓ-વેપારીઓ અને શ્રીમંતવર્ગના પ્રવાસી-પર્યટકો માટે આનંદના સમાચાર જેવી છે. માફારુ માલદીવની ઉત્તરે આવેલું છે. હાલ માલદીવના પાટનગર માલેથી તિરુવનંતપુરમ, કોચી અને ચેન્નાઈ માટે ફ્લાઈટ્સ આવે છે. તેના લિસ્ટમાં મુંબઈનો ઉમેરો થશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]