માઉન્ટ વોશિંગ્ટન શિખર તરફ પ્રયાણ…

અમેરિકાના ન્યૂ હેમ્પશાયર રાજ્યના પિન્કેમ નોચ વિસ્તાર નજીકની પર્વતમાળા પરના માઉન્ટ વોશિંગ્ટન શિખર પર 7 માર્ચ, બુધવારે એક પર્વતારોહક આગળ વધતી વખતે જરાક અટક્યો છે અને આસપાસનું દ્રશ્ય નિહાળી રહ્યો છે. અમેરિકાના ઈશાન ભાગમાં આ સૌથી ઊંચું શિખર છે અને પર્વતારોહકોને આ રૂટ પર ભાગ્યે જ સ્વચ્છ આકાશ, હળવું તાપમાન અને ઓછી ગતિવાળા પવનનો અનુભવ થતો હોય છે. માઉન્ટ વોશિંગ્ટન 6,288 ફૂટ ઊંચું છે અને તે તોફાની હવામાન માટે જાણીતું છે.

એક પર્વતારોહક માઉન્ટ વોશિંગ્ટન શિખર સર કરવા તરફ આગળ વધી રહ્યો છે. નીચે ખીણપ્રદેશની ઉપર વાદળો પથરાયેલા જોઈ શકાય છે.