વિરાટ-અનુષ્કા થયા જીવનસાથી…

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને બોલીવૂડ અભિનેત્રી તથા એની પ્રેમિકા અનુષ્કા શર્માએ 11 ડિસેમ્બર, સોમવારે ઈટાલીના ફ્લોરેન્સ શહેર નજીક આવેલા લક્ઝરી હેરિટેજ રીસોર્ટ બોર્ગો ફિનોશીટો ખાતે લગ્ન કરી લીધા છે. એ પ્રસંગે બંનેનાં પરિવારજનો તથા નિકટના મિત્રો તથાં સગાંઓ હાજર હતા. વિરાટ અને અનુષ્કા 2013થી પ્રેમસંબંધમાં હતાં. તેઓ ભારત પાછા ફર્યા બાદ 21 ડિસેમ્બરે દિલ્હીમાં લગ્નનું રિસેપ્શન રાખશે અને ત્યારબાદ 26 ડિસેમ્બરે મુંબઈમાં ભવ્ય પાર્ટી રાખશે જેમાં બોલીવૂડની હસ્તીઓને આમંત્રિત કરશે.

(વિરાટ અને અનુષ્કાનાં લગ્નનો વિડિયો)

httpss://www.youtube.com/watch?v=L1fUgOexDHM&feature=youtu.be&a=