GallerySports ખેલભાવના, પાકી તૈયારી વડે બટલર, સાથીઓ બન્યા T20 વર્લ્ડ કપ-2022 ચેમ્પિયન November 13, 2022 જોસ બટલરના નેતૃત્વવાળી ઈંગ્લેન્ડની ટીમે 13 નવેમ્બર, રવિવારે મેલબોર્નમાં રમાઈ ગયેલી ફાઈનલ મેચમાં પાકિસ્તાનને પાંચ-વિકેટથી હરાવીને T20 વર્લ્ડ કપ-2022 સ્પર્ધા જીતી લીધી. બટલરે ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી હતી. પાકિસ્તાને તેના હિસ્સાની 20 ઓવરમાં 8 વિકેટે 137 રનનો સામાન્ય સ્કોર નોંધાવ્યો હતો. ઈંગ્લેન્ડે 19 ઓવરમાં પાંચ વિકેટ ખોઈને 138 રન કરીને મેચ અને વિજેતા ટ્રોફી જીતી લીધી હતી. બેન સ્ટોક્સ 52 રન કરીને નોટઆઉટ રહ્યો હતો. ઈંગ્લેન્ડે આ બીજી વખત T20 વર્લ્ડ કપ વિજેતાપદ જીત્યું છે. ઈંગ્લેન્ડે 2010માં પણ આ ટ્રોફી જીતી હતી. ઈંગ્લેન્ડ ટીમ આ વિજેતાપદ બે વાર હાંસલ કરવામાં વેસ્ટ ઈન્ડિઝની સાથે જોડાઈ છે. વેસ્ટ ઈન્ડિઝે 2012 અને 2016માં આ ટ્રોફી જીતી હતી. ભારત, પાકિસ્તાન, શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા એક-એક વાર ચેમ્પિયન બન્યા છે. ફાઈનલ મેચ જીતી લીધા બાદ ટ્રોફી સાથે વિજેતાપદની ઉજવણી કરતા ઈંગ્લેન્ડના ખેલાડીઓ જોસ બટલર એની પત્ની અને બાળકો સાથે જોસ બટલર એના બાળકો સાથે ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર સેમ કરનને ‘પ્લેયર ઓફ ધ મેચ’ અને ‘પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ’નો એવોર્ડ આપવામાં આવ્યો છે. કરને ફાઈનલ મેચમાં 4 ઓવરમાં માત્ર 12 રન આપીને 3 વિકેટ લીધી હતી જ્યારે સમગ્ર સ્પર્ધામાં 6.52ના ઈકોનોમી રેટ સાથે કુલ 13 વિકેટ ઝડપી હતી.