પહેલી T20I જીતી ભારતે 1-0ની સરસાઈ લીધી…

0
1326
ઈંગ્લેન્ડને 3 જુલાઈ, મંગળવારે માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડમાં રમાઈ ગયેલી પહેલી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં 8-વિકેટથી હરાવીને ભારતે ત્રણ-મેચોની સિરીઝમાં 1-0ની સરસાઈ મેળવી છે. ઈંગ્લેન્ડે તેના હિસ્સાની 20 ઓવરમાં 8 વિકેટના ભોગે 159 રન કર્યા હતા. તેના જવાબમાં ભારતે 18.2 ઓવરમાં બે વિકેટના ભોગે 163 રન કરીને મેચ જીતી લીધી હતી. લોકેશ રાહુલ 101 રન કરીને નોટઆઉટ રહ્યો હતો. ડાબોડી ચાઈનામેન બોલર કુલદીપ યાદવ (24 રનમાં પાંચ વિકેટ) મેન ઓફ ધ મેચ ઘોષિત કરાયો હતો. બંને ટીમ વચ્ચે સિરીઝની બીજી મેચ 6 જુલાઈએ કાર્ડિફમાં રમાશે.