GallerySports જોકોવિચનું 7મું ઓસ્ટ્રેલિયન ઓપન ટાઈટલ… January 27, 2019 Share on Facebook Tweet on Twitter સર્બિયાના નોવાક જોકોવિચે 27 જાન્યુઆરી, રવિવારે મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયન ઓપન ગ્રાન્ડસ્લેમ ટેનિસ સ્પર્ધામાં મેન્સ સિંગલ્સ ફાઈનલમાં સ્પેનના રાફેલ નડાલને હરાવીને રેકોર્ડબ્રેક સાતમી વાર ઓસ્ટ્રેલિયન ઓપન ટ્રોફી જીતી હતી. એણે નડાલને 6-3, 6-2, 6-3થી પરાજય આપ્યો હતો. કારકિર્દીમાં જોકોવિચનું આ 15મું ગ્રાન્ડસ્લેમ ટાઈટલ છે. 26 જાન્યુઆરી, શનિવારે મહિલાઓની સિંગલ્સ ફાઈનલમાં જાપાનની 21 વર્ષીય નાઓમી ઓસાકાએ ચેક રીપબ્લિકની પેટ્રા ક્વિટોવાને 7-6, 5-7, 6-4 પરાજય આપ્યો હતો. આ સાથે ઓસાકા નવી વર્લ્ડ નંબર-1 મહિલા ખેલાડી બની છે. જાપાનની નાઓમી ઓસાકા(ડાબે) વિજેતા નાઓમી ઓસાકા અને રનર-અપ પેટ્રા ક્વિટોવા