આઈપીએલ-2019માં કોહલીની બેંગલોરનો પહેલો વિજય…

ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની 12મી આવૃત્તિની 13 એપ્રિલ, શનિવારે મોહાલીમાં રમાઈ ગયેલી એક મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરે કિંગ્સ ઈલેવન પંજાબને 8-વિકેટથી પરાજય આપ્યો હતો. વર્તમાન સ્પર્ધામાં વિરાટ કોહલીની આગેવાની હેઠળની બેંગલોર ટીમનો આ પહેલો જ વિજય છે. આ પહેલાં એ સળંગ છ મેચ હારી હતી. એબી ડી વિલિયર્સે અણનમ 58 રન, માર્કસ સ્ટોઈનીસે અણનમ 28, કોહલીએ 67 રન કર્યા હતા. પંજાબના ઓપનર ક્રિસ ગેલે 64 બોલમાં અણનમ 99 રન કર્યા હતા, જેમાં 10 ચોગ્ગા અને પાંચ છગ્ગા હતા. સ્કોરઃ કિંગ્સ ઈલેવન પંજાબ 173-4 (20), રોયલ ચેલેન્જર્સ બેંગલોર 174-2 (19.2). ડી વિલિયર્સને મેન ઓફ ધ મેચ ઘોષિત કરવામાં આવ્યો હતો.