રબાડા, ઐયરના દેખાવે દિલ્હીને બેંગલોર પર જીત અપાવી…

આઈપીએલ-2019 અથવા આઈપીએલ-12 સ્પર્ધામાં 7 એપ્રિલ, રવિવારે બેંગલુરુમાં રમાઈ ગયેલી મેચમાં દિલ્હી કેપિટલ્સ સામે રોયલ ચેલેન્જર્સ બેંગલોરનો 4-વિકેટથી પરાજય થયો હતો. વર્તમાન આવૃત્તિમાં વિરાટ કોહલીની બેંગલોર ટીમનો આ સતત છઠ્ઠો પરાજય છે અને પોઈન્ટ્સ ટેબલમાં એ તમામ મેચો હારીને તળિયે છે. દિલ્હીના કેપ્ટન શ્રેયસ ઐયરે ટોસ જીતીને પહેલા બેંગલોર ટીમને બેટિંગ આપી હતી. બેંગલોરે કોહલીના સર્વોચ્ચ સ્કોર - 41 રનની મદદથી 20 ઓવરમાં 8 વિકેટે 149 રન બનાવ્યા હતા. એના જવાબમાં, દિલ્હી કેપિટલ્સે 18.5 ઓવરમાં 6-વિકેટના ભોગે 152 રન કરીને મેચ જીતી લીધી હતી. દિલ્હીના ફાસ્ટ બોલર કેગીસો રબાડા (4 ઓવરમાં 21 રનમાં 4 વિકેટ)ને મેન ઓફ ધ મેચ ઘોષિત કરવામાં આવ્યો હતો.


દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન શ્રેયસ ઐયર


શ્રેયસ ઐયર
દિલ્હીનો 'મેન ઓફ ધ મેચ' ફાસ્ટ બોલર કેગીસો રબાડા


દિલ્હીનો 'મેન ઓફ ધ મેચ' ફાસ્ટ બોલર કેગીસો રબાડા


(તસવીરોઃ iplt20.com)