વર્લ્ડ કપઃ ઓવલ મેચમાં ઓસ્ટ્રેલિયા પર ભારતનો 36-રનથી વિજય

ઓપનર શિખર ધવનના ઉત્કૃષ્ટ એવા 117 રન (કારકિર્દીની 17મી સદી) અને ત્યારબાદ બોલરોએ કરેલી ક્વાલિટી બોલિંગના જોરે ભારતે 9 જૂન, રવિવારે લંડનના ઓવલ મેદાન પર આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ-2019ની વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં ઓસ્ટ્રેલિયાને 36-રનથી મ્હાત કરી દીધું હતું. ધવનને પ્લેયર ઓફ ધ મેચ ઘોષિત કરાયો હતો. સ્કોરઃ ભારત 352-5 (50), ઓસ્ટ્રેલિયા 316-10 (50). કેપ્ટન વિરાટ કોહલીએ 82, રોહિત શર્માએ 57, હાર્દિક પંડ્યાએ 48, ધોનીએ 27 રનનું યોગદાન આપ્યું હતું. બોલિંગમાં, ભૂવનેશ્વર કુમાર અને જસપ્રિત બુમરાહ, બંનેએ 3-3 વિકેટ લીધી હતી. લેગસ્પિનર યુઝવેન્દ્ર ચહલે 2 જણને આઉટ કર્યા હતા જ્યારે બે ઓસ્ટ્રેલિયન બેટ્સમેન રનઆઉટ થયા હતા.