વર્લ્ડ કપઃ પહેલી મેચમાં ભારતનો દક્ષિણ આફ્રિકા પર વિજય

આઈસીસી વર્લ્ડ કપ-2019 સ્પર્ધામાં ભારતે 5 જૂન, બુધવારે તેની પહેલી જ મેચમાં દક્ષિણ આફ્રિકા પર 6-વિકેટથી આસાન વિજય મેળવ્યો હતો. 'પ્લેયર ઓફ ધ મેચ' ઘોષિત ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્મા 122 રન કરીને નોટઆઉટ રહ્યો હતો. અંતિમ સ્કોરઃ દક્ષિણ આફ્રિકા 227-9 (50), ભારત 230-4 (47.3). વર્લ્ડ કપમાં ભારત હવે તેની બીજી મેચ 9 જૂને ઓસ્ટ્રેલિયા સામે રમશે. તે મેચ લંડનના કેનિંગ્ટન ઓવલ મેદાન પર રમાશે.