નોટિંઘમમાં વરસાદે ભારત-ન્યૂઝીલેન્ડ મેચને ધોઈ નાખી…

નોટિંઘમના ટ્રેન્ડબ્રિજમાં વરસાદને કારણે 13 જૂન, ગુરુવારે આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ-2019માં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચ એકય બોલ નખાયા વિના અને ટોસ પણ ઉછાળાયા વિના રદ કરી દેવામાં આવી હતી. બંને ટીમને એક-એક પોઈન્ટ ફાળવી દેવામાં આવ્યો હતો. 3 મેચમાં બે જીત અને એક નો-રિઝલ્ટ સાથે ભારતના 5 પોઈન્ટ થયા છે જ્યારે ન્યૂઝીલેન્ડ 4 મેચમાં 7 પોઈન્ટ મેળવીને પોઈન્ટ્સ ટેબલમાં પહેલા નંબર પર છે. ભારત હવે 16 જૂને માન્ચેસ્ટરમાં પાકિસ્તાન સામે રમશે.