ભારતની મહિલા ક્રિકેટ ટીમનો સતત બીજો વન-ડે વિજય…

માઉન્ટ મોન્ગાનુઈના બૅ ઓવલ મેદાન ખાતે 29 જાન્યુઆરી, મંગળવારે રમાઈ ગયેલી બીજી વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં ભારતની મહિલા ક્રિકેટ ટીમે ન્યૂઝીલેન્ડને 8-વિકેટથી હરાવીને ત્રણ-મેચોની સીરિઝમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે અને સીરિઝ પોતાનાં કબજામાં લઈ લીધી છે. ન્યૂઝીલેન્ડની ટીમ 44.2 ઓવરમાં 161 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. તેના જવાબમાં, ભારતે જેમીમા રોડ્રિગ્સ (0) અને દીપ્તી શર્મા (8)ની વિકેટ ગુમાવીને 35.2 ઓવરમાં 166 રન કરીને મેચ જીતી લીધી હતી. સ્મૃતિ મંધાના 90 રન કરીને નોટઆઉટ રહી હતી અને ‘પ્લેયર ઓફ ધ મેચ’ બની હતી. કેપ્ટન મિતાલી રાજ 63 રન કરીને નોટઆઉટ રહી હતી.

ઝુલન ગોસ્વામી
સ્મૃતિ મંધાના


સ્મૃતિ મંધાના
કેપ્ટન મિતાલી રાજ
[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]