સૂરત પેટાથ્લોન 2019: પેટ વોક

સૂરત એનિમલ ફ્રેન્ડ સંસ્થા દ્વારા પેટાથ્લોન 2019 પેટ વોકનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં 150 થી વધુ ડોગ, ઘોડા, બિલાડી વિગેરે પેટ્સ અને તેના માલિકોએ ભાગ લીધો હતો.

આ પેટ વોક SVNIT થી કારગિલ અને પરત કારગિલ થી SVNIT એક માર્ગીય રાખવામા આવેલ હતી.

આ પેટાથ્લોન માં ખાસ કરીને પ્લાસ્ટિક પર જાગૃતતા દર્શવામાં આવી હતી, રસ્તા પર નું ખોરાક ની સાથે પ્લાસ્ટિક અને કચરો ખાવાથી પશુઓની શું હાલત થાય છે તેનું પ્રત્યક્ષ ગાયનું પૂતળું મૂકી એનિમલ ફ્રેન્ડ સંસ્થાના સભ્યો દ્વારા પ્લાસ્ટિક નો વપરાસ ન કરવો એમ લોકોને મેસેજ આપવામાં આવ્યો હતો.