ઈંગ્લેન્ડની ફૂટબોલ ટીમ કોલકાતામાં…

‘ફિફા અન્ડર-૧૭ વર્લ્ડ કપ’માં રમવા માટે ઈંગ્લેન્ડની ટીમના ખેલાડીઓ ૩ ઓક્ટોબર, મંગળવારે કોલકાતાના નેતાજી સુભાષચંદ્ર બોઝ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા. આ ફૂટબોલ સ્પર્ધા 6 ઓક્ટોબરથી દેશના છ શહેરોમાં શરૂ થવાની છે. સોલ્ટ લેક સ્ટેડિયમમાં સ્પર્ધાની ફાઈનલ મેચ ઉપરાંત ગ્રુપ-Fની મેચો, ત્રીજા સ્થાન માટેની મેચ અને એક ક્વોર્ટર ફાઈનલ મેચ રમાવાની છે. ગ્રુપ-Fમાં ઈંગ્લેન્ડ ઉપરાંત ચિલી, ઈરાક અને મેક્સિકોની ટીમ છે.