આઈપીએલ-11: હૈદરાબાદ પ્લે-ઓફ્સમાં…

આઈપીએલ-11ની 10 મે, ગુરુવારે નવી દિલ્હીમાં રમાઈ ગયેલી લીગ મેચમાં દિલ્હી ડેરડેવિલ્સને 9-વિકેટથી હરાવીને સનરાઈઝર્સ હૈદરાબાદે પ્લે-ઓફ્ફમાં સ્થાન મેળવી લીધું છે. હૈદરાબાદની આ જીત સાથે દિલ્હીના રીષભ પંતની સદી (128* રન) ફોગટ ગઈ છે. હૈદરાબાદના શિખર ધવન (92*)ને ‘મેન ઓફ ધ મેચ’ ઘોષિત કરવામાં આવ્યો હતો. ધવન અને હૈદરાબાદના કેપ્ટન કેન વિલિયમ્સન (83*) વચ્ચે બીજી વિકેટ માટે 176 રનની અતૂટ ભાગીદારી થઈ હતી. એલેક્સ હેલ્સ 14 રન કરીને આઉટ થયો હતો. ધવનના 50 બોલના દાવમાં 4 છગ્ગા અને 9 ચોગ્ગા હતા. વિલિયમ્સને 53 બોલમાં કરેલા 83 રનમાં બે સિક્સર અને 8 બાઉન્ડરી હતી. રીષભ પંતે 63 બોલમાં સાત સિક્સર અને 15 બાઉન્ડરી સાથે 128 કર્યા હતા અને નોટઆઉટ રહ્યો હતો. ટૂંકો સ્કોરઃ દિલ્હી ડેરડેવિલ્સઃ 187/5 (20), સનરાઈઝર્સ હૈદરાબાદ: 191/1 (18.5). પોઈન્ટ્સ ટેબલમાં, હૈદરાબાદ ટીમ ટોચ પર છે જ્યારે દિલ્હી સાવ છેલ્લે, આઠમા નંબરે છે.

ધવન મેન ઓફ ધ મેચ

શિખર ધવન

રીષભ પંત

હૈદરાબાદનો બોલર શાકીબ અલ હસન

રીષભ પંત

કેન વિલિયમ્સન