ચેન્નાઈ પર કોલકાતાનો આસાન વિજય…

આઈપીએલ-11 સ્પર્ધામાં 3 મે, ગુરુવારે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાઈ ગયેલી લીગ મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમે ચેન્નાઈ સુપર કિંગ્સને 6-વિકેટથી પરાજય આપ્યો હતો. ચેન્નાઈએ તેના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના અણનમ 43, શેન વોટસનના 36, સુરેશ રૈનાના 31 રનની મદદથી 20 ઓવરમાં પાંચ વિકેટે 177 રન કર્યા હતા. તેના જવાબમાં, કોલકાતા ટીમે શુભમન ગીલ (57*) અને કેપ્ટન દિનેશ કાર્તિક (45*) વચ્ચે 93 રનની અતૂટ ભાગીદારીની મદદથી 17.4 ઓવરમાં 4 વિકેટના ભોગે 180 રન કરીને મેચ જીતી લીધી હતી. કોલકાતાના સુનીલ નારાયણને ઓલરાઉન્ડ દેખાવ બદલ મેન ઓફ ધ મેચ ઘોષિત કરાયો હતો. એણે બોલિંગમાં બે વિકેટ લીધી હતી અને બેટિંગમાં 32 રન કર્યા હતા. પોઈન્ટ્સ ટેબલમાં ચેન્નાઈ ટીમ 9 મેચમાં 6 જીત, 3 પરાજય સાથે બીજા નંબરે છે. કોલકાતા ટીમ 9 મેચમાં પાંચ જીત, 4 પરાજય સાથે ત્રીજા નંબરે છે.

મહેન્દ્ર સિંહ ધોની

સાક્ષી મહેન્દ્રસિંહ ધોની

ચેન્નાઈ ટીમના ચાહકો

કોલકાતા ટીમની સહ-માલિકણ જુહી ચાવલા

સાક્ષી ધોની

કોલકાતા કેપ્ટન દિનેશ કાર્તિક

દિનેશ કાર્તિક

સાક્ષી ધોની

હરભજન સિંહ – 1 વિકેટ મળી

શુભમન ગિલ, દિનેશ કાર્તિક

શુભમન ગિલ

ડ્વેન બ્રાવો