GallerySports પહેલી જ સીઝનમાં રમીને આઈપીએલ ચેમ્પિયન બન્યું ગુજરાત May 30, 2022 હાર્દિક પંડ્યાના સુકાનીપદ હેઠળ અને તેના ઓલરાઉન્ડ દેખાવની મદદથી ગુજરાત ટાઈટન્સ ટીમે 29 મે, રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ ગયેલી ફાઈનલમાં રાજસ્થાન રોયલ્સ ટીમને 7-વિકેટથી હરાવીને આઈપીએલ-15 અથવા આઈપીએલ-2022 સ્પર્ધાની વિજેતા ટ્રોફી જીતી લીધી. રાજસ્થાનના કેપ્ટન સંજુ સેમસને ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનું પસંદ કર્યા બાદ રાજસ્થાને 20 ઓવરમાં 9 વિકેટે 130 રન કર્યા હતા. તેના જવાબમાં ગુજરાત ટાઈટન્સે 18.1 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 133 રન કરીને મેચ જીતી લીધી હતી. હાર્દિક પંડ્યાને ‘પ્લેયર ઓફ ધ ફાઈનલ’ એવોર્ડ અપાયો હતો જ્યારે રાજસ્થાન રોયલ્સના બેટર જોસ બટલરને ‘પ્લેયર ઓફ ધ સીઝન’ ઘોષિત કરાયો હતો. ગુજરાત ટાઈટન્સ આ સ્પર્ધામાં પહેલી જ વાર રમી હતી અને પોઈન્ટ્સ ટેબલ પર નંબર-1 રહ્યા બાદ ક્વાલિફાયર-1 અને ફાઈનલ પણ જીતી. રાજસ્થાન રોયલ્સે 2008માં પ્રારંભિક ટાઈટલ જીત્યું હતું. એ વખતે તેનો કેપ્ટન શેન વોર્ન હતો જે હાલ હયાત નથી.