ચેન્નાઈ સુપર કિંગ્સ 8મી વાર ફાઈનલમાં…

મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્ત્વ હેઠળ ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમે 10 મે, શુક્રવારે વિશાખાપટનમમાં રમાયેલી ક્વાલિફાયર-2 મેચમાં દિલ્હી કેપિટલ્સને 6-વિકેટથી હરાવીને આઈપીએલ-2019 ફાઈનલમાં પ્રવેશ કર્યો છે, જ્યાં એનો મુકાબલો 12 મે, રવિવારે હૈદરાબાદમાં મુંબઈ ઈન્ડિયન્સ સાથે થશે. સ્કોરઃ દિલ્હી કેપિટલ્સ 147-9 (20) રિષભ પંત 38, હરભજન સિંહ, રવિન્દ્ર જાડેજા, ડ્વેન બ્રાવો, દીપક ચહરની 2-2 વિકેટ. ચેન્નાઈ સુપરકિંગ્સ 151-4 (19). ફાફ ડુ પ્લેસીસ 50, શેન વોટસન 50, રાયડુ 20*, ધોની 9. ચેન્નાઈ સુપર કિંગ્સનો આ 8મી વાર આઈપીએલ ફાઈનલમાં પ્રવેશ છે. ચેન્નાઈ સુપર કિંગ્સ 2018માં ચેમ્પિયન બની હતી. એ 3 વાર (2018, 2011, 2010) વિજેતા બની ચૂકી છે. મુંબઈ ઈન્ડિયન્સ પણ 3 વાર (2017, 2015, 2013) આ સ્પર્ધાની વિજેતા બની છે.