મુંબઈ ઈન્ડિયન્સ આઈપીએલ-2019 ચેમ્પિયન્સ…

0
7273
રોહિત શર્માની આગેવાની હેઠળની મુંબઈ ઈન્ડિયન્સ ટીમે 12 મે, રવિવારે હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ ગયેલી આઈપીએલ-2019 (આઈપીએલ-12મી આવૃત્તિ)ની ફાઈનલ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સને 1-રનથી પરાજય આપ્યો હતો. મુંબઈ ટીમે આ ચોથી વાર આઈપીએલ ટ્રોફી જીતી છે અને તે હવે રેકોર્ડધારક ટીમ બની છે. મેચનો અંતિમ સ્કોર આ મુજબ હતોઃ મુંબઈ 149-8 (20), ચેન્નાઈ 148-7(20). મુંબઈ ઈન્ડિયન્સના ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહને મેન ઓફ ધ મેચ ઘોષિત કરવામાં આવ્યો હતો. વિજેતા તરીકે મુંબઈ ટીમને રૂ. 20 કરોડનું રોકડ ઈનામ આપવામાં આવ્યું છે જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સને રનર્સ અપ ટીમના ઈનામ તરીકે રૂ. 12 કરોડ 50 લાખ મળ્યા છે. (તસવીરોઃ iplt20.com)


રોહિત શર્માની પત્ની રિતીકા પુત્રી સમાઈરા સાથે