ટીમ ઈન્ડિયા ચેમ્પિયન… બલ્લે બલ્લે..!

0
2036
૨૮સપ્ટેમ્બર, શુક્રવારે દુબઈના દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં એશિયા કપ-૨૦૧૮ની ફાઈનલમાં ભારતે છેક છેલ્લા બોલમાં બાંગ્લાદેશ પર ૩-વિકેટથી વિજય મેળવતાં સ્ટેડિયમમાં હાજર હજારો ભારતીય ચાહકોની સાથે આ શીખ બાળક પણ બહુ ખુશ થયો હતો. આ બાળક અને તેની નાની બહેનની તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઈ છે. બાંગ્લાદેશના ખેલાડીઓ નાગીન ડાન્સ કરતા રહી ગયા ને ભારત આ સરદાર બાળકની પ્રાર્થનાથી જીતી ગયું. આ બાળક અગાઉની મેચ વખતે ભારતની વિકેટ પડતી હતી ત્યારે સ્ટેડિયમમાં રડી પડ્યો હતો, ત્યારે એને શાંત પાડતી એના પિતાની તસવીર પણ વાયરલ થઈ હતી. ક્રિકેટ-પ્રેમી દેશપ્રેમી બાળકના આંસુનો બદલો ફાઈનલમાં મળી ગયો. સરદાર છોકરો સૌના દિલ જીતી ગયો.