અબુ ધાબી: રણમાં ખીલેલા કમળ તરીકે જેને ઉપમા મળી છે એ સ્વામિનારાયણ મંદિરનું વસંત પંચમીના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદઘાટન કર્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે અબુધાબીમાં શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) મંદિરનું ઉદ્ઘાટન કર્યું. ગલ્ફ કન્ટ્રીમાં આ પહેલું હિન્દુ મંદિર છે. આ પહેલા પીએમ મોદીએ મંદિરની મુલાકાત લીધી હતી અને સંતોએ પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું. મહંત સ્વામી મહારાજે પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું. પીએમ મોદીએ પણ મહંત સ્વામી મહારાજને ફૂલોનો હાર પહેરાવીને અભિનંદન પાઠવ્યા હતા. પીએમ મોદીએ મંદિરનું ઉદ્ઘાટન કર્યું અને પછી આહ્વાન અને પ્રાર્થના કરી. આ પછી પીએમ મોદીએ આરતીમાં ભાગ લીધો હતો. ત્યારબાદ પીએમ મોદીએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
સાત શિખર ધરાવતા મંદિર પરિસરમાં પ્રમુખ આકર્ષણ છે. 35 મીટર લાંબી અને સાડા ચાર મીટર ઊંચી wall of harmony જેના પર 30 ભાષામાં harmony એટલે કે સંવાદિતા લખ્યું છે. તેમ જ Eye of Divinity- દિવ્ય ચક્ષુ અને કમળ પર વર્ષ 2018નું મંદિરનું મૂળ મોડલ છે.
તસવીરો: (હીરેન મહેતા- અબુધાબીથી)