મુંબઈમાં વીક-એન્ડ લોકડાઉનઃ તસવીરી ઝલક…

કોરોનાવાઈરસ બીમારીના કેસ ફરી વધી જતાં મહારાષ્ટ્ર સરકારે રાજ્યભરમાં વીક-એન્ડ લોકડાઉન લાગુ કર્યું છે. એને કારણે 10-11 એપ્રિલના શનિવાર-રવિવારે મુંબઈ શહેરમાં દુકાનો-શોરૂમ્સ, બજારો, ઓફિસો બંધ રાખવામાં આવ્યા છે અને ઠેરઠેર રસ્તાઓ આવા સૂમસામ જોવા મળ્યા હતા. ઉપરની તસવીર દક્ષિણ મુંબઈના જે.જે. ફ્લાયઓવરની છે, જ્યાં સામાન્ય રીતે વાહનોની સતત અવરજવર રહેતી હોય છે, પણ વીક-એન્ડ લોકડાઉનને કારણે ગણ્યાગાંઠ્યા વાહનો પસાર થતા જોવા મળે છે. કોરોનાનો ફેલાવો રોકવા માટે શહેરમાં શુક્રવાર રાતે 8 વાગ્યાથી લઈને સોમવારે સવારે 7 વાગ્યા સુધી વીક-એન્ડ લોકડાઉન ઘોષિત કરાયું છે જ્યારે નાઈટ-કર્ફ્યૂ (રાતે 8થી સવારે 7) તમામ દિવસોએ લાગુ હોય છે. વહીવટીતંત્રો તરફથી નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે વીક-એન્ડ લોકડાઉન કે કોરોના-કર્ફ્યૂ દરમિયાન આવશ્યક કામ વગર ઘરની બહાર નીકળવું નહીં. (તસવીરોઃ દીપક ધુરી)

ગેટવે ઓફ ઈન્ડિયા

ખડા પારસી (ભાયખલા, મધ્ય મુંબઈ)

છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ રેલવે સ્ટેશન

છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ રેલવે સ્ટેશનની બહારનું દ્રશ્ય

ગિરગાંવ ચોપાટી

મરીન ડ્રાઈવ

મરીન ડ્રાઈવ

મરીન ડ્રાઈવ

ક્રાફર્ડ માર્કેટ

ક્રાફર્ડ માર્કેટ

સિદ્ધિવિનાયક મંદિર

અંધેરીમાં પોલીસની નાકાબંધી

બોરીવલીમાં પોલીસની નાકાબંધી