કેવડિયામાં કેન્દ્રીય સ્વાસ્થ્ય, પરિવાર કલ્યાણ પરિષદ યોજાઈ

કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવીયાએ 5 મે, ગુરુવારે ગુજરાતના કેવડિયા ખાતે 14મી કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ પરિષદનું ઉદઘાટન કર્યું. આ સંમેલનને ‘સ્વાસ્થ્ય ચિંતન શિબિર’ નામ આપવામાં આવ્યું હતું અને તેનો હેતુ આઝાદીના અમૃતકાળમાં દેશના સ્વાસ્થ્ય ક્ષેત્ર માટે એક રોડ મેપની પરિકલ્પના માટેનો હતો. આ પ્રસંગે પોતાના સંબોધનમાં એમણે કહ્યું હતું કે હું આ મંચ પરથી આપણા ડોક્ટરો, નર્સીસ તથા આપણા પેરામેડિકલ સ્ટાફને અભિનંદન આપું છું. આજે આખી દુનિયા કોરોનાવાઈરસ સામે ભારતના વ્યવસ્થાતંત્ર અને રસીકરણ કાર્યક્રમની પ્રશંસા કરે છે. કોવિડ મહામારીએ આપણને અનેક બોધપાઠ શીખવા મળ્યા છે. આ સંમેલનમાં ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે પણ હાજરી આપી હતી. (તસવીર સૌજન્યઃ @MoHFW_INDIA)