મુંબઈમાં પાલતુ પ્રાણી, પક્ષી, માછલીઓનું અનોખું પ્રદર્શન…

મુંબઈના અંધેરી (વેસ્ટ) સ્થિત ભવન્સ કોલેજના ભવન્સ નેચર એન્ડ એડવેન્ચર સેન્ટર ખાતે આયોજિત અનોખા ‘ધ વર્લ્ડ ઓફ પેટ્સ એક્ઝિબિશન’માં વિવિધ રંગ-રૂપના પાલતુ પ્રાણીઓ, પક્ષીઓ, માછલીઓ, દરિયાઈ જીવોને નિહાળવાનો 29 એપ્રિલ, રવિવારે અનેક લોકોએ લાભ લીધો હતો. આ પ્રદર્શનમાં 200 જેટલી જાતિઓનાં પાલતુ પ્રાણીઓ, પક્ષીઓને રાખવામાં આવ્યા છે. ઘણા પક્ષીઓ મૂળ આફ્રિકા, ચીન, ઓસ્ટ્રેલિયા તથા અન્ય દેશોનાં છે. આ પ્રદર્શન 1 મે સુધી ચાલશે. આ પ્રદર્શનમાં લોકોને એમના ઘરમાં પશુ-પ્રાણીઓ, પક્ષીઓ અને માછલીઓની કેવી રીતે સંભાળ રાખવી જોઈએ એનું જ્ઞાન પણ આપવામાં આવે છે. (તસવીરોઃ દીપક ધુરી)