નરસિંહ મહેતાના પદોનો ગુંજારવ

જૂનાગઢઃ ભક્ત કવિ નરસિંહ મહેતાની 610મી જન્મ જયંતિની ઉજવણી નિમિત્તે તેની પૂર્વ સંધ્યાએ હાટકેશ્વર મહાદેવના પટાંગણમાં નરસિંહ મહેતાના ચોરા સમિતિ દ્વારા સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાતના ખ્યાતનામ કલાકારો દ્વારા નરસિંહ મહેતાના પદોની સાંગીતીક રજૂઆત કરવામાં આવી હતી. તો પદ્મશ્રી અને ગુજરાતના ખ્યાતનાં કલાકાર ભીખુદાનભાઈ ગઢવીએ પણ પોતાની આગવી શૈલીમાં શ્રોતાઓને સરતરબોળ કર્યા હતા.