ટાટા મોટર્સે ફેસલિફ્ટ વર્ઝનની નેક્સોન કાર લોન્ચ કરી

ટાટા મોટર્સે તેની સૌથી લોકપ્રિય કાર નેક્સોનના નવા ફેસલિફ્ટ વર્ઝન (પેટ્રોલ અને ઈલેક્ટ્રિક બંને) 14 સપ્ટેમ્બર, ગુરુવારે નવી દિલ્હીમાં લોન્ચ કર્યા છે. એ પ્રસંગે ટાટા મોટર્સ પેસેન્જર વેહિકલ્સ લિમિટેડ અને ટાટા પેસેન્જર ઈલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર શૈલેષ ચંદ્ર ઉપસ્થિત રહ્યા હતા. ટાટા મોટર્સે આ બંને કારમાં એ બધી સુવિધાઓ આપી છે જે લક્ઝરી કારમાં ઉપલબ્ધ હોય છે.

ટાટા નેક્સોન પેટ્રોલ વર્ઝનની કિંમત રૂ. 8 લાખ 10 હજાર (એક્સ શોરૂમ) છે. તેની ટોપ વેરિઅન્ટની કિંમત રૂ. 14.74 લાખ છે. નેક્સોન EVની પ્રારંભિક કિંમત રૂ.14 લાખ 74 હજાર (એક્સ શોરૂમ) છે અને તેની ટોપ વેરિઅન્ટની કિંમત રૂ. 19 લાખ 94 હજાર છે.

આ બંને કાર દેખાવમાં એકસરખી લાગે છે. પરંતુ નેક્સોન પાછલી વર્ઝનની કાર કરતાં એકદમ બદલી નાખવામાં આવી છે. નવી કાર વધારે સ્પોર્ટી અને મોડર્ન દેખાય છે. કારની કેબિન કોઈ વિમાનના કોકપિટ જેવો અનુભવ કરાવે છે.