ઈટાલીના વેનિસ શહેરમાં ભીષણ પૂર; કટોકટી ઘોષિત…

જેને વિશ્વનું સૌથી સુંદર શહેર કહેવાય છે તે ઈટાલીનું વેનિસ ભયાનક પૂરને કારણે બરબાદ થઈ ગયું છે. સમુદ્રમાં મોટી ભરતી આવવાને કારણે આ પૂર આવ્યું છે. અનેક ઐતિહાસિક ઈમારતોની અંદર પાણી ઘૂસી ગયું છે. સ્થાનિક લોકો તેમજ અનેક પર્યટકો પણ આ આફતને કારણે ફસાઈ ગયા છે. વેનિસની વસ્તી આશરે 2 લાખ 69 હજારની છે. સમુદ્રનાં વિકરાળ મોજાંઓને કારણે પાણી શહેરની અંદર ઘૂસી આવ્યું હતું. આ આફતને કારણે સરકારે ઈમરજન્સીની ઘોષણા કરી છે. પૂરનાં પાણીમાં ફસાઈ ગયેલા ઘણા લોકોને હોડીઓ મારફત ઉગારવા પડ્યા છે.