GalleryEvents કંકણાકૃતિ સૂર્યગ્રહણ ભારતમાં દેખાયું… June 21, 2020 વર્ષ 2020નું પ્રથમ સૂર્યગ્રહણ 21 જૂન, રવિવારે થયું હતું અને તે ગુજરાત, મુંબઈ સહિત ભારતમાં ઘણે ઠેકાણે જોવા મળ્યું હતું. વર્ષ 2020નું આ ત્રીજું ગ્રહણ હતું. આ પહેલાંના બંને ચંદ્રગ્રહણ હતા, જે જાન્યુઆરી અને જૂન મહિનામાં થયા હતા.આજનું સૂર્યગ્રહણ દુર્લભ એટલા માટે હતું કે તે ખંડગ્રાસ અને ખગ્રાસ સૂર્યગ્રહણની વચ્ચેના મિશ્ર પ્રકારનું એટલે કે કંકણાકૃતિ ગ્રહણ હતું. સવારે સવા નવ વાગ્યાની આસપાસ શરૂ થયું હતું અને બપોરે 3.05 સુધી ચાલ્યું હતું. ગ્રહણ વખતે સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી એક સીધી લાઈનમાં આવી ગયા હતા. સૂર્ય અને પૃથ્વીની વચ્ચે ચંદ્ર આવી ગયો હતો (તસવીરકારઃ દીપક ધુરી (ભાયંદર, મુંબઈ)આ દાયકામાં આ છેલ્લું કંકણાકૃતિ સૂર્યગ્રહણ હતું. (તસવીરકારઃ દીપક ધુરી (ભાયંદર, મુંબઈ)