સુશાંત સિંહ રાજપૂત પંચતત્ત્વમાં વિલીન થયોઃ દુઃખદ તસવીરો…

બોલીવૂડના તેજસ્વી, યુવા અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના પાર્થિવ શરીરના 15 જૂન, સોમવારે મુંબઈના વિલે પારલે (વેસ્ટ) ઉપનગરની સ્મશાનભૂમિમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. સુશાંતના પિતા કૃષ્ણકુમાર સિંહે અગ્નિદાહ આપ્યો હતો અને ત્યારે તે ધ્રૂસ્કે ધ્રૂસ્કે રડી પડ્યા હતા. એ વખતે સુશાંતની બે બહેન પણ હાજર હતી. અભિનેતાને આખરી વિદાય આપવા માટે શ્રદ્ધા કપૂર, કૃતિ સેનન, વિવેક ઓબેરોય જેવા બોલીવૂડના અનેક સિતારાઓ પણ હાજર રહ્યા હતા. સુશાંતની ગર્લફ્રેન્ડ રીયા ચક્રવર્તિ પણ હાજર રહી હતી. સુશાંત સિંહ 14 જૂન, રવિવારે બાન્દ્રા (વેસ્ટ) સ્થિત એના ઘરમાં લટકતી હાલતમાં, મૃત અવસ્થામાં મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં આ આત્મહત્યાનો કેસ હોવાનું પોલીસનું માનવું છે.