GalleryEvents દિલ્હીમાં ગાઢ ધૂમ્મસની સમસ્યા, હવાની ગુણવત્તા પણ બહુ જ ખરાબ November 12, 2021 રાષ્ટ્રીય પાટનગર નવી દિલ્હીમાં હાલ શિયાળાની ઋતુમાં રોજ સવારે ગાઢ ધૂમ્મસ છવાઈ જતું હોય છે. હવામાં પ્રદૂષણનું પ્રમાણ ખૂબ વધારે હોવાથી 12 નવેમ્બર, શુક્રવારે વિઝિબિલિટી બહુ જ ઓછી હતી. સવારે 10 વાગ્યાના સુમારે વાયુ ગુણવત્તા સૂચકાંક (AQI) 450ના આંકને પાર કરી ગયો હતો. આને કારણે દિલ્હીમાં વાતાવરણમાં હવાની ગુણવત્તા હવે ‘ગંભીર’ શ્રેણીમાં મૂકાઈ છે. હવામાન વિભાગના બુલેટિનમાં જણાવાયું છે કે 13 નવેમ્બરે પણ વાયુ ગુણવત્તા ‘બેહદ ખરાબ’ રહેશે અને 14 નવેમ્બરે તો એ ‘બેહદ ખરાબ’ની શ્રેણીને પણ પાર કરી જશે. મુખ્ય માર્ગો તથા રાષ્ટ્રીય ધોરીમાર્ગો ઉપર વાહનો એકદમ ધીમી ગતિએ હંકારવામાં આવતા હોવાથી ટ્રાફિક જામની સમસ્યા પણ નડી રહી છે.