રૂપાણીએ કેશુભાઈના આશીર્વાદ મેળવ્યા…

ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્ય વિધાનસભાની આગામી ચૂંટણી પૂર્વે ૧૯ નવેમ્બર, રવિવારે ગાંધીનગરમાં ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા કેશુભાઈ પટેલની મુલાકાત લીધી હતી અને ચૂંટણી માટે એમની શુભેચ્છા મેળવી હતી. રૂપાણી આવતી કાલે સોમવારે રાજકોટમાં એમનું ઉમેદવારી પત્ર ભરવાના છે. ભાજપશાસિત ગુજરાતમાં આવતી ૯ અને ૧૪ ડિસેમ્બરે મતદાન છે અને ૧૮ ડિસેમ્બરે પરિણામની જાહેરાત કરવામાં આવશે.