આરએસએસ સ્વયંસેવકોએ કાઢી પથ-સંચાલન કૂચ…

હિન્દૂ રાષ્ટ્રવાદી સંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના સ્વયંસેવકોએ 15 ઓક્ટોબર, રવિવારે બિહારના પટના શહેરમાં પથ-સંચાલન (કૂચ) આદરી હતી. વિજયા દશમી પર્વ ઉજવણી નિમિત્તે જુદા જુદા શહેરોમાં યોજવામાં આવતા આ કાર્યક્રમમાં સ્વયંસેવકો રાષ્ટ્રીય એકતા અને અખંડતાનું જતન કરવાનો સંકલ્પ કરે છે. કૂચ પર નીકળેલા સ્વયંસેવકો પર પુષ્પવર્ષા કરવામાં આવે છે.