GalleryEvents રેલવેની ઉદારતાઃ ગરીબોને સ્ટેશનો પર મફત ભોજન આપે છે… March 31, 2020 કોરોના વાઈરસનો ફેલાવો રોકવા માટે હાલ સમગ્ર દેશમાં 14 એપ્રિલ સુધી લોકડાઉન છે ત્યારે ભારતીય રેલવેએ દેશના 21 મોટા સ્ટેશનો ખાતે ભોજન રાંધીને ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને જમાડવાનું શરૂ કર્યું છે. રેલવેની પેટાકંપની ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) દ્વારા આ સુવિધા શરૂ કરવામાં આવી છે. મુંબઈમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ અને મુંબઈ સેન્ટ્રલ સ્ટેશનો પર જ્યારે અમદાવાદ સ્ટેશન ઉપર પણ આ સુવિધા શરૂ કરાઈ છે. IRCTC કંપની માઈગ્રન્ટ કામદારો, મજૂરો, જરૂરિયાતમંદ, ગરીબોને તેમજ અમુક વૃદ્ધાશ્રમોમાં લંચ-બોક્સ સપ્લાય કરે છે. ગરીબ, નિરાશ્રિત, મજૂરો, કામદારો હિજરત કરતા અટકે એ માટે રેલવેએ સ્ટેશનો પર પોતાના કિચન ખોલી દીધા છે. ગરીબોને ફૂડ પેકેટ્સનું વિતરણ.