વડા પ્રધાન મોદી નર્મદા ડેમની મુલાકાતે…

વડા પ્રધાન નરેન્દ્ર મોદી 17 સપ્ટેંબર, મંગળવારે એમના જન્મદિવસ નિમિત્તે ગુજરાતના નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે આવેલા સરદાર સરોવર નર્મદા ડેમની મુલાકાતે ગયા હતા. એમણે કેવડિયામાં ખલવાની ઈકો-ટૂરિઝમ ઉદ્યાન, જંગલ સફારી ટૂરિસ્ટ પાર્ક અને બટરફ્લાય પાર્કની પણ મુલાકાત લીધી.