વડા પ્રધાન મોદીએ ગાંધીનગરમાં વિદ્યા સમીક્ષા કેન્દ્રની પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કર્યું

ત્રણ દિવસના ગુજરાતપ્રવાસે આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 18 એપ્રિલ, સોમવારે પાટનગર ગાંધીનગરમાં વિદ્યા સમીક્ષા કેન્દ્ર (અગાઉના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર)ની મુલાકાત લીધી હતી અને ઓનલાઈન મોનિટરિંગ સિસ્ટમ દ્વારા થતી વિવિધ પ્રવૃત્તિઓનું રસપૂર્વક નિરીક્ષણ કર્યું હતું તથા અમુક સૂચનો કર્યા હતા. એમની સાથે રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ હતા. મોદીએ કહ્યું છે કે, ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રને વધારે જોમવંતું અને પ્રગતિશીલ બનાવવા માટે ટેક્નોલોજીનો કરાતો ઉપયોગ પ્રશંસનીય છે. આનાથી યુવા વ્યક્તિઓને ખૂબ લાભ થશે.

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ આજે વિદ્યા સમીક્ષા કેન્દ્ર, ગાંધીનગરની મુલાકાત લીધી હતી તથા ત્યાંની ઓનલાઇન મોનિટરિંગ સિસ્ટમ દ્વારા થતી વિવિધ પ્રવૃત્તિઓનું રસપૂર્વક નિરીક્ષણ કરી મહત્વપૂર્ણ સૂચનો કર્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા

(તસવીર સૌજન્યઃ @narendramodi, @CMOGuj)