રાષ્ટ્રપતિદની ચૂંટણી માટે દ્રૌપદી મુર્મુએ ઉમેદવારી નોંધાવી

આવતી 18 જુલાઈએ નિર્ધારિત દેશના નવા અને 15મા રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ભાજપ-એનડીએ જૂથનાં ઉમેદવાર દ્રૌપદી મુર્મુએ 24 જૂન, શુક્રવારે નવી દિલ્હીમાં પાર્લામેન્ટ લાઈબ્રેરી બિલ્ડિંગ ખાતે પોતાનું ઉમેદવારીપત્ર સત્તાવાળાઓને સુપરત કર્યું હતું. એ વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ, અન્ય કેબિનેટ પ્રધાનો તથા ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડા ઉપસ્થિત રહ્યા હતા.

રાષ્ટ્રપતિપદ માટે ઉમેદવારી નોંધાવનાર દ્રૌપદી મુર્મુ પ્રથમ આદિવાસી સમુદાયનાં નેતા છે. તેઓ ઝારખંડનાં ભૂતપૂર્વ રાજ્યપાલ છે અને ઓડિશાનાં ભૂતપૂર્વ પ્રધાન છે. જો તેઓ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવશે તો આ પદ પર બિરાજમાન થનાર પ્રતિભા પાટીલ બાદ બીજાં મહિલા બનશે.

રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં મુર્મુની સામે વિપક્ષી ઉમેદવાર તરીકે યશવંત સિન્હાને પસંદ કરવામાં આવ્યાં છે.