ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગથી દેશભરમાં આનંદ

ભારતની અવકાશ સંશોધન સંસ્થા ‘ઈસરો’ના વૈજ્ઞાનિકોએ બનાવેલા ચંદ્રયાન-3 અવકાશયાને 23 ઓગસ્ટ, બુધવારે ચંદ્ર ગ્રહની ધરતી પર દક્ષિણ ધ્રુવ બાજુએથી સફળતાપૂર્વક ઉતરાણ કરતાં ભારતે ઈતિહાસ સર્જ્યો છે. ભારતની આ ઐતિહાસિક સિદ્ધિને લોકોએ ટીવી તથા સોશિયલ મિડિયા નેટવર્ક્સ પર નિહાળી હતી અને ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગ સાથે દેશમાં ઠેકઠેકાણે લોકોએ આનંદ વ્યક્ત કર્યો હતો.

રાષ્ટ્રીય પાટનગર નવી દિલ્હીમાં આનંદ દર્શાવતા નાગરિકો

આસામના નાગોન જિલ્લાના નગરની શાળામાં વિદ્યાર્થીઓએ ખુશી વ્યક્ત કરી.

મુંબઈમાં લોકોએ આનંદમાં આવીને ફટાકડા ફોડ્યા.