ભારતીય જનતા પાર્ટીએ ઉજવ્યો 42મો ‘સ્થાપના દિવસ’

કેન્દ્રીય તથા અનેક રાજ્યોમાં શાસક ભારતીય જનતા પાર્ટીએ 6 એપ્રિલ, બુધવારે તેની સ્થાપનાનો 42મો વાર્ષિક દિવસ ઉજવ્યો. દેશભરમાં પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. નવી દિલ્હીમાં, સંસદભવનના ઉપભવનમાં આયોજિત કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું હતું. એમણે કહ્યું કે, આપણા પક્ષે દેશમાં દાયકાઓથી ચાલતા વોટ-બેન્કના રાજકારણનો અંત લાવી દીધો છે. ભાજપ રાષ્ટ્રભક્તિમાં માને છે, જ્યારે આપણા હરીફો પરિવારભક્તિમાં માને છે.

 

પીએમ મોદીના સંબોધન કાર્યક્રમમાં મોદીના સાથી પ્રધાનો, પક્ષના સંસદસભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.

પીએમ મોદીના સંબોધન કાર્યક્રમનું દેશભરમાં ભાજપના કાર્યાલયોમાં વર્ચ્યુઅલ પ્રસારણ કરવામાં આવ્યું હતું.

ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જગત પ્રકાશ નડ્ડાની આગેવાની હેઠળ નવી દિલ્હીમાં પક્ષના મુખ્યાલયમાં પક્ષનો ધ્વજ ફરકાવ્યો હતો અને પક્ષનાં સભ્યોને સ્થાપના દિવસ નિમિત્તે અભિનંદન આપ્યા હતા

ભાજપ 2014ની સાલથી કેન્દ્રમાં સત્તા પર છે. પક્ષના દિગ્ગજ નેતા અને સહ-સંસ્થાપક અટલબિહારી વાજપેયી પક્ષમાંથી પહેલા વડા પ્રધાન બન્યા હતા.

ભાજપશાસિત મધ્ય પ્રદેશના પાટનગર ભોપાલમાં ભાજપની મહિલા કાર્યકર્તાઓ પક્ષનો સ્થાપના દિવસ ઉજવી રહી છે

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]